ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 6:39 પી એમ(PM) | સંરક્ષણ મંત્રી

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ વ્યૂહાત્મક સુરક્ષા બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ હોવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો.શ્રી સિંહ અને શ્રીમતી ગબાર્ડે ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી કવાયતો, વ્યૂહાત્મક સહયોગ અને માહિતી-આદાન-પ્રદાન સહયોગ, ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રે થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.સંરક્ષણ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ અત્યાધુનિક સંરક્ષણ નવીનતા અને વિશિષ્ટ તકનીકોમાં સહયોગ માટેના વિકલ્પો પર પણ ચર્ચા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ