ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 2:04 પી એમ(PM) | સંરક્ષણ મંત્રી

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી – સંજયનો પ્રારંભ કરાવ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી – સંજયનો પ્રારંભ કરાવ્યો. આ દેખરેખ પ્રણાલી યુદ્ધક્ષેત્રની પારદર્શિતા વધારશે અને તેના અદ્યતન સેન્સર ભવિષ્યના યુદ્ધોનું વધુ સારું ચિત્ર આપી શકશે. આ પ્રણાલી આ વર્ષે માર્ચથી ત્રણ તબક્કામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. આ પ્રણાલી વિશાળ જમીન સરહદોનું નિરીક્ષણ કરવામાં, હુમલાઓને રોકવામાં અને યુદ્ધની પરિસ્થિતિનું સચોટ વિશ્લેષણ કરવામાં મદદ કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી ગુપ્ત માહિતી અને દેખરેખને અનેકગણી વધારશે. તેનો સમાવેશ ભારતીય સેનામાં ડેટા અને નેટવર્ક કામગીરીમાં એક નવી શરૂઆત કરશે.
યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી – સંજય, ભારતીય સેના અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. જેને 2 હજાર 402 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્તવ્ય પથ પ યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી – સંજય મુખ્ય આકર્ષણ રહેશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ