સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ગઈકાલે નવી દિલ્હીમાં નૌકાદળના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોની જટિલતાઓ સમય સાથે વધી રહી છે.
શ્રી સિંહે કહ્યું કે દેશભક્તિ, હિંમત અને શિસ્ત સૈનિકોને દેશની રક્ષા પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરે છે. તેમણે ઉમેર્યું કે, દેશની આર્થિક સમૃદ્ધિ દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી છે. શ્રી સિંહે આજના સમયમાં સાયબર સુરક્ષાને દરિયાઈ સુરક્ષાનું એક મહત્વપૂર્ણ પાસું ગણાવ્યું અને કહ્યું કે,
તેને અવગણવું ઘાતક સાબિત થઈ શકે છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:50 એ એમ (AM) | કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ