સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોનું કાર્ય સમય જતાં વધુ જટિલ બની રહ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં, નૌકાદળના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે દેશભક્તિ અને શિસ્તની ભાવના સૈનિકોને દેશ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે, દેશની આર્થિક સમૃદ્ધિ દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી છે અને તેનું રક્ષણ કરવું જરૂરી છે. સાયબર સુરક્ષાને દરિયાઈ સુરક્ષા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ પાસું ગણાવતા, શ્રી સિંહે કહ્યું કે, આજે સાયબર હુમલાઓને અવગણવું એ ઘાતક સાબિત થઈ શકે છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 7:38 પી એમ(PM) | સંરક્ષણ મંત્રી