ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 16, 2025 8:24 પી એમ(PM) | રાજનાથ સિંહ

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બ્રિટનના સંરક્ષણ મંત્રી સાથે સંરક્ષણ સહયોગ મુદ્દે ચર્ચા કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે બ્રિટનના સંરક્ષણ સચિવ જોન હીલી સાથે ટેલિફોન પર વાતચીત કરી.બંને મંત્રીઓએ સાંપ્રત સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી અને
દ્વિપક્ષીય સંબંધોમાં ગતિ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન અને જેટ એન્જિન જેવા વિશિષ્ટ સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. બંને મંત્રીઓએ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન અંગે તાજેતરમાં થયેલા હસ્તાક્ષર પર સંતોષ વ્યક્ત કર્યો. ઇન્ડો-પેસિફિક બાબતો પર બ્રિટનના વધતા પ્રભાવ સાથે, બંને પક્ષો 2025માં સંયુક્ત કાર્ય અને દરિયાઇ જોડાણોની શક્યતાઓ પર કાર્ય કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ