સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે, ભારતીય સેના તેની હિંમત, બહાદુરી, બલિદાન અને વ્યાવસાયિકતા માટે જાણીતી છે. શ્રી સિંહે કુદરતી આફતો દરમિયાન રાષ્ટ્રનું રક્ષણ કરવા અને નાગરિકોને મદદ કરવા માટે ભારતીય સેનાની અતૂટ પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી. વધુમાં, સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, દરેક ભારતીય રાષ્ટ્ર પ્રત્યેની ઉત્કૃષ્ટ સેવા માટે સેનાનો આભારી છે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 7:06 પી એમ(PM)