અમેરિકાના સંરક્ષણ સચિવ લૉઈડ ઑસ્ટિનના નિમંત્રણ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23થી 26 ઑગસ્ટ સુધી અમેરિકાના પ્રવાસે જશે. દરમિયાન સંરક્ષણ મંત્રી પોતાના અમેરિકી સમકક્ષ સચિવ ઑસ્ટિનની સાથે દ્વિપક્ષી બેઠક કરશે. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે પણ મુલાકાત કરશે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ ભારત-અમેરિકા મજબૂત થતાં સંબંધો તેમજ અનેક સ્તર પર સંરક્ષણ સાથે સંકળાયેલી પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ પ્રવાસથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની આશા છે.
દરમિયાન શ્રી સિંહ અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગ સાથે ચાલતા અને ભવિષ્યના સંરક્ષણ સહયોગ અંગેની ઉચ્ચ સ્તરની બેઠકની પણ અધ્યક્ષતા કરશે. પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય સમુદાય સાથે સંવાદ પણ કરશે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 2:00 પી એમ(PM)