ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 11, 2024 9:37 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે મૉસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે મૉસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન શ્રી સિંહે બંને દેશની મૈત્રીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘ભારત હંમેશા રશિયાની સાથે ઊભું છે અને ભવિષ્યમાં પણ આવું જ થશે.’ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને નેતાઓએ દ્વિપક્ષી સંરક્ષણ સંબધોના વિવિધ પાસાઓ પર વાતચીત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે, બંને દેશ વચ્ચેની ભાગીદારી અને પરસ્પર પ્રયાસોથી મહત્વના પરિણામ મળી શકશે. આ પેહલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રશિયાના તેમના સમકક્ષ આન્દ્રે બેલોસોવની સાથે સેના અને સૈન્ય ટેક્નિકલ સહયોગ પર ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા પણ કરી હતી. શ્રી સિંહે કહ્યું, ‘ભારત અને રશિયાના સંબંધ ઘણા મજબૂત છે અને બંને દેશે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારી નિભાવી છે.’
બંને સંરક્ષણ મંત્રીઓએ સહયોગના વર્તમાન અને સંભવિત ક્ષેત્રો અંગે 21મી બેઠકની રૂપરેખા પર હસ્તાક્ષર પણ કર્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ