સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે ભારતીય લશ્કરનાં ગ્રીન ઇનિશિયેટિવ 1.0 અને ડિજિટાઇઝેશન ઓફ IA 1.0. પણ શરૂ કરશે. શ્રી સિંહ વિકાસ અને સલામતી માટે ભારતનાં દ્રષ્ટિકોણ વિષય પર ચાવીરૂપ ભાષણ આપે. લશ્કરી દળના વડા ઉપેન્દ્ર દ્વિવેદી પણ પરિસંવાદને સંબોધન કરશે. બે દિવસનાં આ પરિસંવાદમાં નીતિ ઘડવૈયાઓ, વ્યૂહાત્મક વિચારકો, શિક્ષણવિદો, સંરક્ષણ નિષ્ણાતો અને વિજ્ઞાનીઓ ઉપસ્થિત રહેશે. સંવાદમાં અમેરિકા, રશિયા, ઇઝરાયેલ અને શ્રીલંકાના અગ્રણી વક્તાઓ પણ ભાગ લેશે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 8:53 એ એમ (AM) | કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે.
