સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભારતીય શૂટર મનુ ભાકર સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી. શ્રી સિંહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, મનુ ભાકરે પેરિસ ઑલિમ્પિકમાં દેશ માટે બે કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉમેર્યું કે, દરેક ભારતીય તેમના આ પ્રદર્શનથી ખૂબ ઉત્સાહિત છે. મંત્રીશ્રીએ તેમના આગામી રમત પ્રદર્શન માટે પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:40 પી એમ(PM) | રાજનાથ સિંહ