સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઈસાન મૌમૂન વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને મંત્રીઓએ તાલીમ, નિયમિત લશ્કરી કવાયતો અને સંરક્ષણ પ્રોજેક્ટ્સ સહિત દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. માલદીવના સંરક્ષણ મંત્રી ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમના રોકાણ દરમિયાન તેઓ ગોવા અને મુંબઈની પણ મુલાકાત લેશે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 2:56 પી એમ(PM)