ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 6:55 પી એમ(PM)

printer

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતેથી 7 હજાર કિલોમીટર લાંબી વાયુ વીર વિજેતા કાર રેલીને વિદાય આપી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતેથી 7 હજાર કિલોમીટર લાંબી વાયુ વીર વિજેતા કાર રેલીને વિદાય આપી હતી. આ રેલી લદ્દાખના થોઈસે પહોંચશે, જ્યાં ઔપચારિક રીતે તેનો પ્રારંભ કરાવાશે, જે 8 ઑક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠ નિમિતે અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પૂર્ણ થશે. આ કાર્યક્રમને સંબોધતા સંરક્ષણમત્રીએ કહ્યું કે વાયુ વીર વિજેતા કાર રેલી યુવાનોને પ્રેરણા આપવાની સાથે વાયુસેના વિશે જાગૃતિ અને જ્ઞાન વધારશે. વધુમાં તેમણે ઉમેર્યું કે વાયુદળના અધિકારીઓ રસ્તામાં યુવાનો સાથે સંવાદ કરશે અને તેમને વાયુદળની પ્રેરક કહાણીઓ દ્વારા પ્રોત્સાહિત કરશે. શ્રી સિંહે યુવાનોને સશસ્ત્રદળોનો ભાગ બનીને તેમની પ્રતિભાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અને દેશની સેવા કરવા અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ