સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ અમેરિકાના સંરક્ષણમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ મુલાકાત ભારત-અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ મુલાકાત ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવે તેવી આશા છે. શ્રી રાજનાથ સિંહ અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું વડપણ સંભાળશે. તેઓ અમેરિકાના ભારતીય સમુદાય સાથે પણ સંવાદ સાધશે
Site Admin | ઓગસ્ટ 22, 2024 11:21 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India