ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2024 8:09 પી એમ(PM) | અમર પ્રીત સિંહ

printer

સંરક્ષણક્ષેત્ર અને યુદ્ધમાં ટેકનોલોજીના વિકાસને કારણે વાયુસેનાની જવાબદારીઓ વધી

વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ અમર પ્રીત સિંહે આજે જણાવ્યું છે કે સંરક્ષણક્ષેત્ર અને યુદ્ધમાં ટેકનોલોજીના વિકાસને કારણે વાયુસેનાની જવાબદારીઓ વધી છે. એરએન્ડ મિસાઈલ ડિફેન્સ ઈન્ડિયા સેમિનાર અને પ્રદર્શન 2024ના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં એર માર્શલ સિંહે કહ્યું કે વાયુસેનાના વધતામહત્વને ધ્યાનમાં રાખીને તેને દરેક મહત્વપૂર્ણ ટેક્નોલોજીકલ વિકાસ સાથે જોડવાનીજરૂર છે.  સંદેશાવ્યવહાર અને ડેટાના મહત્વનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સેનાઓને મજબૂતઅને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે. આ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બનવા પરભાર મૂકતા શ્રી સિંહે કહ્યું કે આ બાબતમાં ગુણવત્તા સાથે બાંધછોડ ન કરવી જોઈએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ