સંયુક્ત રાષ્ટ્રનું 29મું વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન આજથી અઝરબૈજાનના બાકુ ખાતે શરૂ થશે. નાણાકીય સંમેલન તરીકે રજૂ કરાયેલા 2 સપ્તાહના આ કાર્યક્રમમાં આબોહવા પરિવર્તનથી અસરગ્રસ્ત થનારા સૌથી વધુ અસલામત દેશોમાં તેના નવા આર્થિક લક્ષ્યને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે સુનિશ્ચિત કરવા પર વિચાર કરાશે. આમાં ભારત સહિત 200થી વધુ દેશના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે અને વૈશ્વિકસ્તર પર તાપમાનમાં વધારાને મર્યાદિત કરવા પેરિસ કરારને આગળ વધારવા પર એકસાથે મળીને ચર્ચા કરાશે.
સંમેલનમાં આબોહવા પરિવર્તન સંબંધિત બાબતોને પહોંચવાની શક્તિને મજબૂત કરવા અને વિકાસશીલ દેશો માટે સમર્થન મેળવવા અંગે પણ સંવાદ કરાશે. સમસ્યાનું નિવારણ સામે હોવા છતાં વિકાસશીલ દેશોમાં રોકાણની અછત છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે, આબોહવા પરિવર્તન પરઆ સંમેલનથી મજબૂત આર્થિક સ્થિતિના નવા યુગનો પ્રારંભ થઈ શકે છે. ભારત અને પછાત અને વિકાસશીલ દેશો માટે આબોહવા પરિવર્તનના લક્ષ્યોને પૂર્ણ કરવામાટે નાણાં, ટેક્નૉલોજી અને ઊર્જા સંશાધનોની પહોંચ આવશ્યક છે.
Site Admin | નવેમ્બર 11, 2024 2:22 પી એમ(PM)