સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરનાં રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. ભારત સહિતનાં અનેક દેશોએ રજૂ કરેલા મુસદ્દા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વાનુમતે સ્વીકાર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતનેની હરીશે તેને વ્યાપક કલ્યાણ અને આંતરિક પરિવર્તનનો દિવસ ગણાવીને એક્સ હેન્ડલ પર આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, 21 ડિસેમ્બર શિયાળુ સંક્રાંતિનુ પ્રતીક છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત ઉપરાંત લિકટેન્સ્ટીન, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો સહિતના દેશોનાં મુખ્ય જૂથે આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 7, 2024 2:58 પી એમ(PM)