ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 2:02 પી એમ(PM) | બાળ મૃત્યુદર

printer

સંયુક્ત રાષ્ટ્રએ બાળ મૃત્યુને ઘટાડવામાં ભારતના પ્રયાસો અને પ્રગતિને ‘ઉદાહરણીય’ ગણાવી પ્રશંસા કરી

અટકાવી શકાય તેવા બાળ મૃત્યુને ઘટાડવામાં ભારતના પ્રયાસો અને પ્રગતિને ‘ઉદાહરણીય’ ગણાવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ભારત જેવી આરોગ્ય પહેલોનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશે તેની આરોગ્ય વ્યવસ્થામાં વ્યૂહાત્મક રોકાણ દ્વારા લાખો યુવાનોનું જીવન બચાવ્યું છે. બાળ મૃત્યુદર અંદાજ અંગેનાં સંયુક્ત રાષ્ટ્રનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દેશે આરોગ્ય પ્રણાલીમાં રોકાણ દ્વારા લાભ મેળવ્યો છે. અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે કે વર્ષ 2000થી ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 70 ટકાનો ઘટાડો અને નવજાત મૃત્યુદરમાં 61 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ