ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 7:40 પી એમ(PM)

printer

સંયુક્ત આરબ અમીરાતમાં બહુપ્રતિક્ષિત સ્ટીલફેબ એક્સ્પો 2025નો આજે એક્સ્પો સેન્ટર શારજાહ ખાતે આરંભ થયો

સંયુક્ત આરબ અમીરાતમાં બહુપ્રતિક્ષિત સ્ટીલફેબ એક્સ્પો 2025નો આજે એક્સ્પો સેન્ટર શારજાહ ખાતે આરંભ થયો છે. ભારતીય ઉધ્યોગ સંઘભારતીય પેવેલિયનમાં 35 થી વધુ કંપનીઓ સાથે ભારત અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી કરી રહ્યું છે.તેમની આ સિદ્ધિ વૈશ્વિક ધાતુશાસ્ત્ર અને બાંધકામ  ક્ષેત્રોના નિર્માણમાં ભારતની વધતી જતીપ્રાધાન્યતા દર્શાવે છે. જેનાથી યુએઈ અને પશ્ચિમ  એશિયા પૂર્વ સાથે તેના ઔદ્યોગિક સંબંધો મજબૂતબને છે. 16 જાન્યુઆરી સુધી ચાલનારા આ  કાર્યક્રમમાંભારત, યુકે,જર્મની, ઇટાલી, અમેરિકા,ચીન અને નેધરલેન્ડ સહિત ૩૩ દેશોના 600થી વધુ વૈશ્વિકબ્રાન્ડ્સ અને 350 પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. ભારતીય કંપનીઓ પાવર ટૂલ્સ, મશીન ટૂલ્સ, વેલ્ડીંગ અને કટીંગ સિસ્ટમ્સઅને ટ્યુબ અને પાઇપ સોલ્યુશન્સમાં અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરી રહી છે. આએક્સ્પોમાં અત્યાધુનિક ટેકનોલોજી, વેલ્ડીંગ સ્પર્ધાઓ, લેસર મેટલ કટીંગ, પાઇપ ઉત્પાદન અને મટીરીયલ હેન્ડલિંગ સોલ્યુશન્સમાં નવીનતમ પ્રગતિના જીવંતપ્રદર્શનોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોતેમજ સ્ટીલ ઉદ્યોગના ટોચના ઉત્પાદકો અને વેચાણકર્તાઓ ભાગ લઈ રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ