સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન ચોથા વ્યૂહાત્મક સંવાદ અને 15મી ભારત-UAE સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે.
UAEના નેતાનું સ્વાગત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત અને UAE વચ્ચે બહુપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર અને તેમના UAE સમકક્ષ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન આજે નવી દિલ્હીમાં ભારત-UAE વ્યૂહાત્મક સંવાદમાં ભાગ લેશે.
UAEના વિદેશ મંત્રી આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 8:48 એ એમ (AM) | કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર