સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય સમુદાય દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આબુધાબીમાં ભારતીય દૂતાવાસ, દુબઈ કોન્સ્યુલેટ જનરલ અને અમિરાતમાં વિવિધ સામુદાયિક કેન્દ્રોમાં ધ્વજ વંદન કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અબુધાબીમાં રાજદૂત સંજય સુધીરે દૂતાવાસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા તેમણે ભારતની નોંધપાત્ર પ્રગતિ અને સંયુક્ત અરબ અમિરાત સાથેનાં મજબૂત સંબંધો વિશે વાત કરી હતી. દુબઈમાં દૂતાવાસ ખાતે કોન્સ્યુલ જનરલ સતીશકુમાર સિવનના વડપણમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દૂતાવાસના વડાઓએ અહીં વસતા ત્રીસ લાખથી વધુ ભારતીય સમુદાયના લોકોને દેશના વિકાસમાં નોંધપાત્ર વિકાસ બદલ બિદાવ્યા.
Site Admin | ઓગસ્ટ 15, 2024 7:50 પી એમ(PM) | સંયુક્ત અરબ