રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે દેશના નવા પરમાણુ સિદ્ધાંતને મંજૂરી આપી દીધી છે. જેમા રશિયા તેના શસ્ત્રાગારનો ઉપયોગ કરવાનું વિચારશે તેવો નિર્ણય લેવાયો છે. નવા સિદ્ધાંત મુજબ, પરમાણુ શક્તિ દ્વારા સમર્થિત રશિયા પરના કોઈપણ પરંપરાગત હુમલાને રશિયા પર સંયુક્ત હુમલો માનવામાં આવી શકે છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને રશિયન પ્રદેશની અંદર ઊંડે સુધીના લક્ષ્યો સામે મિસાઇલોનો ઉપયોગ કરવાની પરવાનગી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.દરમિયાન, યુક્રેન અને રશિયાએ એકબીજાના પ્રદેશોમાં હુમલા કરવાના દાવા કર્યા હતા.
Site Admin | નવેમ્બર 19, 2024 8:10 પી એમ(PM) | પુતિન