સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઇ રહી છે. હવામાન વિભાગે આજે સારો પવન ફૂંકાવાની આગાહી કરતાં પતંગ રસિયાઓ મોજમાં આવી ગયા છે. 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદના રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા સહિતના મોટા ભાગના બજારોમાં પતંગ રસિયાઓ મોડી રાત સુધી પતંગો ખરીદી રહ્યા હતા. તો યુવાનો ઉત્તરાયણના તહેવારને માણવા આતુર જોવા મળી રહ્યા છે. આ વર્ષે અવનવી અને રંગબેરંગી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 8:13 એ એમ (AM) | ઉત્તરાયણ
સંગીતના તાલે વહેલી સવારથી જ પતંગ રસિયાઓની અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉત્સાહપૂર્વકની ઉજવણી
