શ્રી સોમનાથટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે ગઈ કાલે 3 લાખ જેટલા સેહલાણીઓ ઉમટ્યા હતા.
અમારા ગીરસોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે ત્રીજા દિવસે મેળાનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર વિશ્વપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાન ગઢવીનો લોક ડાયરો હતો. કિર્તીદાન ગઢવીએ સોમનાથ મહાદેવની આરાધનાથી શરૂ કરેલ લોક ડાયરો મધ્યરાત્રી સુધી અનેક જૂના લોકગીતો, ભક્તિ ગીતો, શોર્ય ગીતો, દેશભક્તિના ગીતો સાથે સોળે કલાએ ખીલ્યો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિ વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં પણ તેજી અનુભવાઇ છે.
Site Admin | નવેમ્બર 14, 2024 3:35 પી એમ(PM) | કાર્તિકી પૂર્ણિમા મેળા