ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 27, 2024 3:42 પી એમ(PM) | રાજીનામું

printer

શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી સુગર ફેકટરીના ઉપ પ્રમુખ અને કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું

શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી સુગર ફેકટરીના ઉપ પ્રમુખ અને કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. શ્રી પટેલે સ્વૈચ્છિક રાજીનામું આપતા સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમણે વ્યારા સુગરના પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા મનસ્વી વહીવટ થતો હોવાનાં આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે.
છેલ્લાં કેટલાંક દિવસથી સુમુલ ડેરીની મિટિંગમાં નરેશ પટેલ સહિતના કેટલાક ડિરેકટરો માનસિંગ પટેલ નો વિરોધ કરી રહ્યા હતા. શ્રી પટેલે રાજીનામામાં જણાવ્યું છે કે, વ્યારા સુગરનાં સભાસદોના હિત વિરૂદ્ધ માનસિંગ પટેલ કામગીરી કરી રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ