શ્રીલંકામાં શ્રીલંકા પોડુજના પેરામુના પાર્ટી – LSPPનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો માટે નવા રાજકીય પક્ષની રચના અંગે ગઈકાલે વિશેષ બેઠક યોજાઈ ગઈ. પ્રધાનમંત્રી દિનેશ ગુનાવર્ધનેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં LSPPના 100થી વધુ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા દરમિયાન નવા રાજકીય પક્ષના નામ અંગે અનેક પ્રસ્તાવ રજૂ કરાયા. સભ્યોએ કહ્યું, કે તેઓ નવા રાજકીય પક્ષની રચના સંવિધાન મુજબ કરશે.
ઉલ્લેખનીય છે કે, LSPP શ્રીલંકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને સમર્થન આપવાની ઈચ્છા દર્શાવે છે
Site Admin | ઓગસ્ટ 21, 2024 2:19 પી એમ(PM)
શ્રીલંકામાં શ્રીલંકા પોડુજના પેરામુના પાર્ટી – LSPPનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો માટે નવા રાજકીય પક્ષની રચના અંગે ગઈકાલે વિશેષ બેઠક યોજાઈ
