શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 75 ટકાથી 80 ટકા મતદાન થયાના અહેવાલ છે. અલગ-અલગ ઘટનાઓને બાદ કરતાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. આજે સાંજે મતગણતરી શરૂ થઈ છે અને પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે પોસ્ટલ બેલેટની ગણતરી આજે રાત્રે જાહેર કરવામાં આવશે જ્યારે અંતિમ પરિણામ આવતીકાલે આવશે.
ચૂંટણીમાં 50 ટકાથી વધુ માન્ય મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે. કુલ 38 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રિકોણીય જંગ છે જેમાં રાનિલ વિક્રમસિંઘે, અનુરા કુમાર દિસનાયકે અને સાજીથ પ્રેમદાસા સામેલ છે. આ ચૂંટણી આર્થિક સ્થિરતા અને ભ્રષ્ટાચારના મુદ્દા પર લડવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:42 પી એમ(PM)