શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. નવમા કાર્યકારી પ્રમુખને ચૂંટવા માટે 1.7 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકાશે. વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ આજે સવારે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ શ્રી વિક્રમસિંઘે કહ્યું કે લોકશાહીનું રક્ષણ કરવું જરૂરી છે અને લોકતાંત્રિક પ્રણાલીઓ તૂટવા ન દેવી જોઈએ. શ્રી પ્રેમદાસાએ કહ્યું કહ્યું કે લોકશાહીનો વિજય થશે, તેમણે દરેકને શાંત રહેવા અને લોકશાહીનું રક્ષણ કરવા હાકલ કરી. 13,400થી વધુ મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું અને સાંજે 4:30 વાગ્યા સુધી ચાલશે. સાંજ પછી મતગણતરી શરૂ થશે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:30 પી એમ(PM)