શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે. જે ટોચના સ્ત્રોત બજાર તરીકે ભારતના વર્ચસ્વને કારણે શક્ય બન્યું છે. શ્રીલંકા પ્રવાસન વિકાસ સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા આકડાઓમાં આ ટાપુ રાષ્ટ્રમાં 2 લાખ 52 હજારથી વધુ પ્રવાસીઓનું આગમન થયું છે, જેમાં શ્રીલંકામાં કુલ પ્રવાસીઓના 17.2 ટકા સાથે ભારતે પ્રવાસીઓના આગમનના સૌથી મોટા સ્ત્રોત તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
જ્યારે 13.5 ટકા પ્રવાસીઓના આગમન સાથે રશિયન મહામંડળ બીજા ક્રમે રહ્યું છે. વર્ષ 2024માં 20 લાખથી વધુ પ્રવાસીઓએ આ ટાપુ રાષ્ટ્રની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે, શ્રીલંકા પ્રવાસન વિકાસ સત્તામંડળે આ વર્ષે
30 લાખ પ્રવાસીઓના આગમનથી 5 અબજ ડોલરની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 2:21 પી એમ(PM) | શ્રીલંકા
શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે
