શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગવાન બન્યું છે. ઉમેદવાર મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ચૂંટણી સભાઓને સંબોધન કરતાં વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘે એ કહ્યું કે, તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકોનું જીવન વધુ સારું બનાવવાનો છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની સાથે કરવામાં આવેલા કરારને યથાવત્ રાખવા તેમ જ તેમની સાથે આગળ વધવાના મહત્વ પર ભાર મુક્યો હતો.
દરમિયાન વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ એક રેલીમાં કહ્યું કે, તેમની સરકાર એક વિસ્તૃત ગરીબી નાબૂદી કાર્યક્રમ ચલાવશે, જેના થકી પેન્શન ધારકો સહિતના લોકોને મદદ મળશે. તેમણે આવાસ યોજનાઓને ફરી શરૂ કરવાની પણ વાત કહી હતી.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 2:43 પી એમ(PM) | ચૂંટણી | શ્રીલંકા
શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગવાન બન્યું
