શ્રીલંકામાં આજથી 15મી વસ્તી ગણતરી અને આવાસ માટેની રહેણાંક માહિતી એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વસ્તી ગણતરી અને આંકડાશાસ્ત્ર વિભાગના મહાનિર્દેશક અનુજા સેનાવિરત્ને જણાવ્યા પ્રમાણે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં શામેલ લગભગ પચાસ હજાર જેટલા અધિકારીઓ લોકોની માહિતી એકત્રિત કરવા માટે દેશભરના ઘરોની મુલાકાત લેશે.
શ્રીલંકામાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. પરંતુ કોવિડ રોગચાળા અને આર્થિક સંકટને કારણે આ પ્રક્રિયામાં વિલંબ થયો છે. અહી દેશની છેલ્લી વસ્તી ગણતરી 2012 માં હાથ ધરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:19 પી એમ(PM)