શ્રીલંકાની સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની હાજરીમાં યોજાશે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ 23 સભ્યોની કેબિનેટની નિમણૂક કરવાની યોજના ધરાવે છે. જેમાં સંરક્ષણ અને નાણાં વિભાગ તેમના નેતૃત્વ હેઠળ રાખવામાં આવશે. ડૉ. હરિની અમરાસૂર્યાને પ્રધાનમંત્રી તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવશે, જ્યારે વિજીતા હેરાથ વિદેશમંત્રી રહશે.
ઉલ્લેખનીય છે કે, સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર એલાયન્સે સંસદીય ચૂંટણીમાં 225 બેઠકોમાંથી 159 બેઠકો જીતી હતી. સપ્ટેમ્બરની શરૂઆતમાં, NPP નેતા અનુરા કુમારા દિસાનાયકે તેમના ભ્રષ્ટાચાર વિરોધી અને આર્થિક સુધારણા અભિયાનના બળ પર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી.
Site Admin | નવેમ્બર 17, 2024 3:04 પી એમ(PM)
શ્રીલંકાની સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની હાજરીમાં યોજાશે
