શ્રીલંકાના સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર પક્ષે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી છે. રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકેની આગેવાની હેઠળના વામપંથી ગઠબંધને અત્યાર સુધીમાં જાહેર કરાયેલી 171માંથી 123 બેઠક મેળવી છે. ગઠબંધનને લગભગ 62 ટકા મત મળ્યા છે. જોકે, 225 સભ્યોની સંસદની 29 બેઠકોના પરિણામ હજી જાહેર થવાના બાકી છે. સાજીથ પ્રેમદાસાના નેતૃત્વમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જન બલવેગયાએ અત્યાર સુધીમાં 31 બેઠક જીતી છે. અગાઉ ગઈકાલે યોજાયેલા મતદાનમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું.
Site Admin | નવેમ્બર 15, 2024 2:01 પી એમ(PM) | શ્રીલંકા