ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 26, 2025 1:55 પી એમ(PM) | india project | india shrilanka | Shrilanka | wind energy project

printer

શ્રીલંકાએ ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું

શ્રીલંકાએ એક ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મન્નાર અને પૂનરીમાં અદાણી સમૂહને અપાયેલી 484 મેગાવૉટ પવનઊર્જા પરિયોજનાને રદ કરવામાં આવી છે.
એક વિશેષ સંવાદદાતા સંમેલનમાં શ્રીલંકાની મંત્રીમંડળના પ્રવક્તા ડૉ. નલિન્દા જયથિસાએ સ્પષ્ટતા કરી કે, સરકારે માત્ર વિજળી ખરીદી સમજૂતી કરાર સંબંધિત મંત્રીમંડળના નિર્ણયને રદ કર્યો છે. તેમણે કહ્યું, હવે આ પરિયોજનાની સમીક્ષા કરવા અને તેની સાથે જોડાયેલી ચિંતાઓ દૂર કરવા એક સમિતિ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું, પર્યાવરણવિદોએ પરિયોજના સામે અનેક કાનૂની કેસ દાખલ કર્યા છે અને સરકાર અંતિમ નિર્ણય લેતા પહેલા તેના કામની ઝીણવટપૂર્વક દેખરેખ રાખી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ