શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાયેલા 20 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો કોલંબોથી વિમાન દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ આ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ માછીમારોની આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 1, 2025 6:54 પી એમ(PM) | શ્રીલંકન