ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 6, 2024 2:26 પી એમ(PM) | તાપમાન

printer

શ્રીનગરમાં ગઈ કાલે તાપમાનનો પારો માઇનસ 4.1 ડિગ્રી સેલ્સિયસે પહોંચતા આ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો

શ્રીનગરમાં ગઈ કાલે તાપમાનનો પારો માઇનસ 4.1 ડિગ્રી સેલ્સિયસે પહોંચતા આ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો, જ્યારે લોકપ્રિય પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં માઇનસ 4.3 અને પહેલગાંવમાં માઇનસ 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં અને આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની ધારણા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ મહિનાની 10મી સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢના અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ