પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગઈકાલે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખૂલ્લા મુકાયા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરીએ પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, ભક્તોએ ગઈકાલે 63 સોમેશ્વર મહાપૂજા, 27 ધ્વજાપૂજા, 932 રૂદ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શ્રૃંગાર પૂજા સહિતની પૂજા કરી હતી. ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં 45 હજારથી વધુ શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:09 એ એમ (AM) | #aakahvani #aakashvaninews
શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધન નિમિત્તે ગઇકાલે 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
