ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 25, 2024 8:08 પી એમ(PM) | વાર્ષિક શ્રમ દળ સર્વેક્ષણ

printer

શ્રમ મંત્રાલયના વાર્ષિક શ્રમ દળ સર્વેક્ષણ અનુસાર, દેશમાંબેરોજગારી દરમાં ગયા વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો

શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના વાર્ષિકશ્રમ દળ સર્વેક્ષણ અનુસાર, દેશમાં બેરોજગારી દરમાં ગયા વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. હરિયાણા જેવા રાજ્યોએ આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. હરિયાણા, તમિલનાડુ,છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બેરોજગારી દરમાં સૌથી વધુ ઘટાડો થયો છે.હરિયાણામાં બેરોજગારીનો દર 2022-23માં 9.2 ટકાથી ઘટીને 2023-24માં 3.4ટકા થયો છે. સર્વે અહેવાલ અનુસાર, વર્ષ 2023-24માં રાષ્ટ્રીય સરેરાશ બેરોજગારી દર ત્રણ પૂર્ણાંક બે ટકા રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, વર્ષ 2022-23ની સરખામણીમાં પાંચ પૂર્ણાંક એક ટકાનો ઘટાડો નોંધાયો છે. ગોવામાં બેરોજગારીનો દર 8.2 ટકા છે. આ પછી કેરળ અને નાગાલેન્ડ જેવા રાજ્ય આવે છે.જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં બેરોજગારીનો દર 11.9 ટકા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ