શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે.
ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, આગામી 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સરકિટ હાઉસથી આ સેવાનો પ્રારંભ કરાવશે. એસી વોલ્વો બસ દરરોજ સવારે સાત વાગે અમદાવાદનાં રાણીપ એસ.ટી. ડેપોથી પ્રયાગરાજ જશે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:20 પી એમ(PM)
શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી
