શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩ હજાર ૫૪૬ વિદ્યાર્થીઓને ૯૦ કરોડ ૩૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલનો જવાબ આપતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મુજબ જણાવ્યું હતુ. આ યોજનાનો લાભ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની હોવાનો તેમણે ઉત્તર આપ્યો હતો..
મંત્રીશ્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે,પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ પ્રતિ માસ ૧૫ હજાર રૂપિયાનું સ્ટાઈપેંડ અને વાર્ષિક ૨૦ હજાર રૂપિયા અન્ય આનુષંગિક ખર્ચ પેટે વધુમાં વધુ બે વર્ષમાં મહત્તમ ચાર લાખ રૂપિયા સુધીની સહાય ચુકવાય છે. જે વિદ્યાર્થીઓએ અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૫૫ ટકા મેળવ્યા હોય તેમને ગુજરાતની માન્ય સરકારી, સેકટોરલ કે ખાનગી યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઈમ મોડમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને શોધ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 3:29 પી એમ(PM) | #Akashvani AkashvaniNews