શૈક્ષણિક વર્ષ 2025-26 માં રાજ્યના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત તંત્રને તાકીદ કરી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત કોમન એડમિશન સર્વિસિસની યોજાયેલી સમીક્ષા બેઠકમાં GCAS પોર્ટલ નવીન સુધારા સાથે કાર્યાન્વિત કરાયું છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ અને વિદ્યાર્થી સંગઠનની ઉપસ્થિતીમાં આ બેઠક યોજાઇ હતી. શૈક્ષણિક વર્ષ 2024-25 માં GCAS પોર્ટલ મારફતે અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ
ગ્રેજ્યુએટમાં કુલ મળીને ચાર લાખ 55 હજારથી વધુ એડમિશન થયા હોવાની માહિતી આપવામાં આવી હતી.આ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે સાયબર કેફે કે અન્ય સ્થળે ફોર્મ ભરવા જવું પડે નહીં
તે માટે દરેક યુનિવર્સિટિઝ અને કૉલેજ ખાતે ફ્રી ફ્રોર્મ ફિલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવશે.GCAS દ્વારા યુનિવર્સિટીઝને 15 દિવસનો સમય આપીને પોત-પોતાની જરૂરિયાત મુજબ
એડમિશન રાઉન્ડ ચલાવવા માટેની પરવાનગી આપવી અથવા GCAS દ્વારા શિડ્યુલ આપવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 7:38 પી એમ(PM)
શૈક્ષણિક વર્ષ 2025-26 માં રાજ્યના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત તંત્રને તાકીદ કરી છે
