શેરબજારમાં આજે ઘટાડાનો દોર જોવા મળ્યો હતો.. આ અઠવાડિયે યુએસ પ્રમુખપદની ચૂંટણી અને ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની મીટિંગ પહેલાં રોકાણકારો સાવચેતી સાથે રોકાણ કરી રહ્યાં છે.. શેરમાર્કેટમાં તમામક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે BSE સેન્સેક્સ 942 પોઈન્ટ્સ ગગડીને 78 હજાર 782 પર બંધ થયો હતો .. જ્યારે NSE નિફ્ટી 309 અંકના ઘટાડાસાથે 23 હજાર 995 પર બંધ થયો હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં ઘટાડાના પગલે શેરમાર્કેટ નરમાશ સાથે બંધ રહ્યું હતું.
Site Admin | નવેમ્બર 4, 2024 6:11 પી એમ(PM)