શીખોના નવમા ગુરુ ગુરુતેગ બહાદુરનો આજે શહીદી દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે. ગુરુ તેગ બહાદુરે ધર્મ, માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગુરુ તેગ બહાદુરની શહાદતને દર વર્ષે શહીદી દિવસ તરીકે યાદ કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ પાઠવતા પોતાના સંદેશમાં કહ્યું છે કે, ગુરુ તેગ બહાદુરે મહાન આધ્યાત્મિક માર્ગદર્શક અને સાચા દેશભક્ત હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને ગુરુ તેગ બહાદુરના ઉપદેશોને અપનાવવા અને તેમના જીવનમાં તેમના મહાન આદર્શોને અનુસરવા કહ્યું હતું.
Site Admin | નવેમ્બર 24, 2024 8:37 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ