ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 16, 2024 3:39 પી એમ(PM) | સોમનાથ મંદિર

printer

શિવભક્તો હવે ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજનમાં જોડાઈ શકશે

શિવભક્તો હવે ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજનમાં જોડાઈ શકશે.31 ઓકટોબરે, દિવાળીના દિવસે સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી આયોજિત લક્ષ્મી પુજનમાં ભક્તો પ્રત્યક્ષ આવીને તેમજ ઓનલાઇન માધ્યમથી પણ જોડાઈ શકશે.ઓનલાઈન પૂજન નોંધાવનાર ભક્તોને પૂજા કરેલ રોજમેળ, શ્રીયંત્ર, બોલપેન, સોમનાથ મહાદેવના નમન અને ભસ્મ, રુદ્રાક્ષ પ્રસાદ તરીકે તેમણે નોંધાવેલા એડ્રેસ પર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ માટે 1500 રૂપિયાની ન્યોછાવર કિંમત રાખવામાં આવી છે.ભક્તો પૂજા ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ somnath.org પરથી, મંદિરના પૂજાવિધિ કાઉન્ટર પરથી, અથવા QR કોડ દ્વારા નોંધાવી શકશે.પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન તેમજ વર્ચ્યુઅલ પૂજા માટે મર્યાદિત સ્લોટ્સ હોવાથી અગાઉથી નોંધણી કરવી જરૂરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ