શિયાળાનો નજીક આવતાં જ અમદાવાદના વિવિધ વિસ્તારોની હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યાનુસાર ગુરુવાર સાંજે ચાંદખેડા, એરપોર્ટ અને રાયખડ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ 200ને પાર કરી ગયો હતો. ચાંદખેડામાં એક્યુઆઈ 246, એરપોર્ટ પાસે 220, રાયખંડમાં 204, બોપલમાં 164 અને વટવા જીઆઈડીસીમાં 140ની આસપાસ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઈન્ડેક્સ 200 કે તેથી ઉપર જાય ત્યારે હવા ઝેરી બને છે અને શ્વાસની તકલીફ ધરાવતાં દર્દીઓ માટે જોખમ ઉભું થાય છે.
Site Admin | ઓક્ટોબર 25, 2024 10:32 એ એમ (AM) | હવા