શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું હતું. શ્રી પ્રધાને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા તાલીમની રકમ તરીકે 100 કરોડ રૂપિયા જારી કર્યા છે. આ પ્રસંગે શ્રીપ્રધાને કહ્યું કે, આ મંચ વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યને વધારવા અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે જોડાવવાની તક પ્રદાન કરશે.
તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને છ મહિનાથી 18 મહિનાના એપ્રેન્ટીસશીપ સમયગાળા દરમિયાન દર મહિને 4 હજાર 500 રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકાર દેશના યુવાનોના કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી રહી છે. શિક્ષણ મંત્રીએ ઉદ્યોગ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને આ પોર્ટલ સાથે જોડાવા વિનંતી કરી હતી. નોંધનીય છે કે, આ યોજનાનો મુખ્ય હેતુ યુવાનોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે.
Site Admin | જુલાઇ 31, 2024 2:26 પી એમ(PM) | શિક્ષણ મંત્રી