ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 28, 2024 8:10 પી એમ(PM)

printer

શિક્ષણ મંત્રાલય આવતીકાલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે

શિક્ષણ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ઓડિટોરિયમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ ABSS, 2024 સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ પ્રસંગે, કેન્દ્રીય શિક્ષણમંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન NEP- 2020ના અમલીકરણને આગળ વધારવાના પ્રયાસ અંગે પોતાનો અનુભવ રજૂ કરશે.
શ્રી પ્રધાન વિવિધ ભારતીય ભાષાઓ શીખવાની સુવિધા માટે સમર્પિત ટેલિવિઝન માધ્યમો સહિત શિક્ષણ વિભાગની કેટલીક મહત્વપૂર્ણ પહેલનું પણ ઉદ્ઘાટન કરશે. શાળાઓમાં શિક્ષણને મનોરંજક, તણાવમુક્ત શિક્ષણ અંગેના અભિગમ અંગે પણ ચર્ચા કરાશે.
શ્રી પ્રધાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે ભારતીય જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી અનેક પુસ્તકો અને વ્યાખ્યાનનોંધનું પણ અનાવરણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ