શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા-2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આ માર્ગદર્શિકામંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમસેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) માર્ગદર્શિકાનેઅનુરૂપ બનાવવામાં આવી છે..જેમાં સરકારી, સરકારી અનુદાનિત અને ખાનગીશાળાઓમાં ભણતા બાળકોની સલામતી અંગે શાળા વ્યવસ્થાપનની જવાબદારી નક્કી કરવાનીજોગવાઈઓ છે. વધુમાં, માર્ગદર્શિકા વિવિધભાગીદારોની જવાબદારી, રિપોર્ટિંગ પ્રક્રિયાઓ, સંબંધિત કાનૂની જોગવાઈઓ, સમર્થન અને પરામર્શ તેમજ સલામત વાતાવરણ માટેના મુદ્દા રજૂછે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 7:45 પી એમ(PM)