અમદાવાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, આજે ગુરુબ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા દરેક સમાજ માટે ઉદાહરણ રૂપ બને એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ પ્રસંગે સમાજને શિક્ષિત કરવાના મુદ્દા પર ભાર મુકતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે શિક્ષણ એક એવી વ્યવસ્થા છે જેના થકી દરેક કામ સહેલાઈથી પૂર્ણ થઈ શકે છે. આજે દરેક સમાજ શિક્ષણ થકી આગળ આવી રહ્યો છે. ગુરુ બ્રાહ્મણ સમાજ એ પણ શિક્ષણ માટે નવા આયોજનો કરવા જોઈએ અને આ આયોજનમાં સરકારની જે પણ મદદની જરૂર પડશે તે સરકાર પૂર્ણ કરશે.
Site Admin | જાન્યુઆરી 28, 2025 9:50 એ એમ (AM) | મુખ્યમંત્રી
શિક્ષણ થકી દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ શકે તેવો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રી
