રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સામાજિક પરિવર્તન તેમજ રાષ્ટ્ર ઘડતરનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ભારત સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તાના સુધાર માટે કેટલાંક મહત્વના પગલાં લીધા છે.
રાષ્ટ્રપતિ મુર્મુ ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે વેલિંગ્ટન પહોંચ્યાં હતા. ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ ડેમ સિંડી કિરોની ઉપસ્થિતિમાં વેલિંગ્ટનના ગવર્મેન્ટ હાઉસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરાયું. અહીં તેમને રૉયલ ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુ ન્યૂઝીલેન્ડના રાજ્યપાલ જનરલ ડેમ સિંડીકિરો, પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન અને ઉપ પ્રધાનમંત્રી તેમજ વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 11:29 એ એમ (AM)