રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અર્પણ કરાયા.
અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું હતું કે, શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષકો સમર્પણભાવથી પ્રામાણિકતાપૂર્વક કર્તવ્યપાલન કરે તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં કહ્યુ હતું.
(બાઇટ રાજ્યપાલ)
શિક્ષકોને એવોર્ડ અર્પણ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તેની અંદરનું શિક્ષકત્વ સતત જાગૃત રહે છે..
(બાઇટ – ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી)
આ ઉપરાંત, દિલ્હી ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના બે શિક્ષકો પુરસ્કાર એનાયત કર્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 7:49 પી એમ(PM) | રાષ્ટ્રીય શિક્ષક દિન